Savita Kanswal
મહારાષ્ટ્રના ગવર્નર સવિતા કંસવાલ સાથે જાણીતા પર્વતારોહક સવિતા કંસવાલનો ફાઇલ ફોટો . (ANI Photo)

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના દ્વૌપદી કા ડાંડા-2 પર મંગળવાર, 4 ઓક્ટોબરે થયેલા ભારે હિમસ્ખલનમાં જાણીતા પર્વતારોહક સવિતા કંસવાલ સહિતના લોકોનું મોત થયું હતું. સવિતા કંસવાલે માત્ર 15 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાઉ સર કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ઉત્તરકાશી સ્થિત નહેરુ ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (એનઆઇમ)ના કર્નલ અમિત બિશ્તે કંસવાલના મોતને બુધવારે પુષ્ટી આપી હતી. આ કુદરતી આપત્તિના ભોગ બનેલી ચાર લોકોના મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યાં છે. મંગળવારે હિમસ્ખલન થયું ત્યારે 41 સભ્યોની પર્વતારોહકોની ટીમ ટોચ પરથી પરત આવી રહી હતી. કંસવાલ એનઆઇએમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા હતા.

LEAVE A REPLY

twenty + seventeen =