The Supreme Court dismissed Bilkis Bano's review petition

સુપ્રીમ કોર્ટે મંગળવારે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વધુ વળતર આપવા યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (UCC)ની અનુગામી કંપનીઓ પાસેથી વધારાના રૂ.7,844 કરોડની માંગ કરતી કેન્દ્રની એક પિટિશન ફગાવી દીધી હતી. ભોપાલ ગેસ કાંડમાં આશરે 3,000 લોકોના મોત થયા હતા અને 1.02 લાખને ઝેરી ગેસની અસર થઈ હતી.
સર્વોચ્ચ અદાલતે પીડિતો માટે અગાઉ કોર્ટને આપેલી બાંયધરી મુજબ વીમા પોલિસી ન બનાવવા બદલ પણ કેન્દ્રની પણ ઝાટકણી કાઢી હતી અને તેને “ઘોર બેદરકારી” ગણાવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે વળતરમાં ઉણપોને ભરપાઈ કરવાની અને યોગ્ય વીમા પોલિસી ઘડવાની જવાબદારી ભારત સરકારની છે. આશ્ચર્યજનક રીતે, અમને જાણ કરવામાં આવી છે કે આવી કોઈ વીમા પોલિસી ઘડવામાં આવી નથી. આ સરકારની ઘોર બેદરકારી છે અને આ અદાલતે સમીક્ષા ચુકાદાનું ઉલ્લંઘન છે. કેન્દ્ર આ મામલે બેદરકારી દાખવી શકે નહીં અને પછી UCC પર જવાબદારી નાંખવાની વિનંતી કરી શખે નહીં. ભોપાલ ગેસ કાંડ માટે 1989માં સેટલમેન્ટના ભાગરૂપે યુનિયન કાર્બાઇડે રૂ.715 કરોડનું વળતર આપ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે વધુ 7,844 કરોડનું વળતર આપ્યું હતું.કેન્દ્ર સરકારનો આગ્રહ હતો કે 1989 સમાધાન સમયે માનવ જીવન અને પર્યાવરણને થયેલા વાસ્તવિક નુકસાનની તે સમયે યોગ્ય મૂલ્યાંકન થઈ શક્યું ન હતું. યુસીસીની હાલની માલિક ડાઉ કેમિકલ્સ છે.

LEAVE A REPLY

8 + 10 =