property tax

ભારતનું આવકવેરા વિભાગ કરચોરી પર લગામ મૂકવા નવા ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે. તપાસ એકમો વિદેશમાં ધનસંગ્રહ કરતાં ભારતીયોના વિશાળ ડેટા ચકાસણી કરવા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે, એમ CBDTના ચેરમેન નીતિન ગુપ્તાએ જણાવ્યું છે.

ટેક્સ ટાળવાના નવા ટ્રેન્ડ અંગે પૂછવામાં આવતા તેમણે ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારી પાંખો ખૂબ જ સર્વગ્રાહી છે. ભારતને વિવિધ દેશોની કોમન રીપોર્ટિંગ સ્ટાન્ડર્ડCRS) અને ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ (FATCA) મારફત વિશાળ ડેટા મળે છે. વિદેશમાં ઘનસંગ્રહ કરતા ભારતીય લોકોના વેશ્વિક ટેક્સ લીક મારફત પણ અમને માહિતી મળે છે. સીઆરએસ એક વૈશ્વિક સિસ્ટમ છે, જે હેઠળ ફાઇનાન્શિયલ એકાઉન્ટની માહિતીનું વિવિધ દેશો વચ્ચે આપોઆપ આદાનપ્રદાન થાય છે. બીજી તરફ FATCA ભારત અને અમેરિકા વચ્ચેની ટેક્સ ઇન્ફર્મેશન રીપોર્ટિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ હેઠળ નાણા સંસ્થાઓએ વધુ મૂલ્યાંકન મારફત યુએસ એકાઉન્ટ્સને અલગ તારવવા પડે છે અને એકબીજા દેશોને સમયયાંતરે તેની માહિતી આપવી પડે છે.

સીબીડીટીના ચેરમેને જણાવ્યું હતું કે અમને પનામા, પેરેડાઇઝ અને પેન્ડોરા પેપર્સ જેવી વૈશ્વિક ટેક્સ ડેટા લીક મારફત માહિતી મળી છે. અમે ડેટા બહાર કાઢવા માટે સીઆરએસ અને FATCAમાથી માહિતી અલગ કરી રહ્યાં છીએ. 2019થી મળેલા આ તમામ ડેટાની હાલમાં તપાસ એકમો તપાસ કરી રહ્યાં છે. અમે ડેટા એનાલિટીક્સ અને રિસ્ક એનાલિસિસનો ઉપયોગ કરીને એ નક્કી કરી રહ્યાં છીએ કે કયા કેસોની વધુ તપાસ કરવાની જરૂર છે.