Sea level rise threatens big cities like Mumbai, London and New York

યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં જળવાયુ સંકટ પર પોતાના સંબોધનમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે, વિશ્વભરમાં દરિયાઇ જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે કે તેને કારણે મુંબઈ અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરો પર ગંભીર પ્રકારનું જોખમ આવી શકે છે. ધરતી પરનું તાપમાન જો આ રીતે વધતું રહેશે તો બાંગલાદેશ, ચીન, ભારત, નેધરલેન્ડ્સ સહિત અનેક દેશો પર પૂરનું જોખમ આવી શકે છે. મુંબઈ, બેંગકોક, કોપનહેગન, લોસ એન્જેલીસ, સેન્ટિયાગો, ઢાકા, માપુતો, જાકાર્તા, કેરો, શાંઘાઈ, લાગોસ, લંડન, બ્યુનોસ આયર્સ, ન્યૂયોર્ક સહિત દરેક ખંડના મોટા શહેરો પર ગંભીર અસર ઊભી થઈ શકે છે. દરિયાકાંઠો ધરાવતા ઝોનમાં વસતા આશરે 90 કરોડ લોકો એટલે કે પૃથ્વી પર દર દસ પૈકી એક વ્યક્તિને માઠી અસર પહોંચી શકે છે.

ગુટેરેસે વધુમાં કહ્યું કે દરિયાઇ જળસ્તર વધતું રહેશે તો કેટલાક નિચાણવાળા વિસ્તારો તેમ જ દેશોનું અસ્તિત્વ મટી શકે છે. વર્ષ 1900 પછી દરિયાઓમાં જળસ્તર સરેરાશ વધારે ઝડપી બન્યું છે. છેલ્લા 3,000 વર્ષોમાં પાછલી કોઈ સદીમાં જળસ્તર આટલી ઝડપે વધ્યું નહોતું. સાથોસાથ, છેલ્લા 100 વર્ષોમાં પૃથ્વી પરના મહાસાગરોનું તાપમાન પણ એટલી ઝડપે વધ્યું છે કે છેલ્લા 11,000 વર્ષોમાં ક્યારેય વધ્યું નહોતું. વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા મુજબ વૈશ્વિક તાપમાન હાલ 1.5 ડિગ્રી છે. તે આટલું છે એમાં દરિયામાં જળસ્તર વધી રહ્યું છે અને જો તે બે ડિગ્રી સુધી વધી જશે તો જળસ્તર ભયજનક રીતે વધશે.

LEAVE A REPLY

1 × five =