Security guards at Heathrow will go on strike for 10 days

લંડનના હીથ્રો એરપોર્ટના સિક્યોરિટી ગોર્ડ ઊંચા વેતનની માગણી સાથે ઇસ્ટરની રજાઓ વખતે 10 દિવસની હડતાળ પાડવાની ચીમકી આપી છે. યુરોપના આ સૌથી વ્યસ્ત એરપોર્ટના સિક્યોરી ગાર્ડના સંગઠન યુનિયન યુનાઇટે 31 માર્ચથી 9 એપ્રિલ (ઇસ્ટર સન્ડે) સુધી હડતાળ પાડવાની શુક્રવારે જાહેરાત કરી હતી. તેમાં આશરે 1,400થી વધુ સુરક્ષ રક્ષકો જોડાશે.  જોકે હીથ્રો એરપોર્ટે જણાવ્યું હતું કે એરપોર્ટને ખુલ્લું રાખવા માટે ઇમર્જન્સી યોજના અમલમાં મૂકવામાં આવશે. યુનિને હડતાળની બિનજરૂરી ધમકી આપી હોવા છતાં એરપોર્ટ ખુલ્લુ અને કાર્યરત રહેશે.

કામદાર યુનિયને જણાવ્યું હતું કે એરપોર્ટના ટર્મિનલ ફાઇવ પર કામ કરતા તથા એરપોર્ટના પ્રવેશતાં તમામ કાર્ગોનું ચેકિંગ કરવાની જવાબદારી સંભાળતા સિક્યોરિટી ગાર્ડ હડતાળમાં સામેલ થશે. એરપોર્ટના આ ટર્મિનલનો ઉપયોગ બ્રિટિશ એરવેઝ કરે છે. ઇસ્ટર નિમિત્તે સ્કૂલોમાં બે સપ્તાહના વેકેશન દરમિયાન આવી હડતાળથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થવાની ધારણા છે.  

યુનિયને જણાવ્યું હતું કે આજીવિકાની કટોકટીથી લાખ્ખો બ્રિટિશરોને અસર થઈ રહી છે ત્યારે તેમના માટે ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ બન્યું છે. હિથ્રોએ વેતનમાં 10 ટકા વધારાની ઓફર કરી છે, પરંતુ યુનિયને જણાવ્યું છે કે ઊંચી મોંઘવારીને કારણે તે પૂરતો નથી.  

 યુનિયનના જનરલ સેક્રેટરી શેરોન ગ્રેહામે જણાવ્યું હતું કે, “હીથ્રો એરપોર્ટ પર કામદારો ખૂબ નીચું વેતન મળે છે, જ્યારે ચીફ એક્ઝિક્યુટિવ અને સિનિયર મેનેજરોને તગડા પગાર મળે છે. યુ.કે.માં ફુગાવો ગયા વર્ષે ઑક્ટોબરમાં 11.1 ટકા જેટલો ઊંચો હતો. તે જાન્યુઆરીમાં ઘટીને 10.1 ટકા થયો હતો. તે હજુ પણ લગભગ 40 વર્ષમાં સૌથી વધુ છે.  

 

LEAVE A REPLY

19 − 19 =