મથુરામાં ત્રિરંગા યાત્રા. (ANI Photo)

ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવેલો આઝાદીનો અમૃત મહોત્સવ લોકોના મનમાં છવાઈ ગયો હતો. આખા દેશમાં કરોડો તિરંગા લહેરાતા જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ઘર પર તિરંગો ફરકાવવાની કરેલી અપીલ બાદ દેશમાં તિરંગામય માહોલ ઊભો થયો હતો.

સરકારે હર ઘર તિરંગા નામની એક વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઇટ મોદીએ પોતાની સેલ્ફી અપલોડ કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. આ વેબસાઈટ પર સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં 4.67 કરોડ લોકો તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરી હતી.સેલ્ફી અપલોડ કરનારાઓમાં આમ નાગરિકથી માંડીને અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, રોહિત શર્મા, સોનુ સૂદ, નીલ નીતિશ મુકેશ જેવી સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થતો હતો.ગૃહપ્રધાન અમિત શાહે પણ પોતાની સેલ્ફી તેના પર અપલોડ કરી હતી.