ફાઇલ ફોટોઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (જમણી બાજુ), પુત્રી સમિશા (સેકન્ડ લેફ્ટ), પુત્ર વિયાન અને પતિ રાજ કુન્દ્રા (જમણી બાજુ) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે તેના પરિવારના છ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે શિલ્પા શેટ્ટી પોતે કોરોના નેગેટિવ આવી હતી.

શિલ્પાની એક વર્ષની દીકરી પણ કોરોના પોઝિટિવ છે. શિલ્પાનો 8 વર્ષનો દીકરો વિયાન, પતિ રાજ કુંદ્રા, માતા સુનંદા, સાસુ-સસરા પણ કોવિડ પોઝિટિવ છે. હાલમાં તેનો પરિવાર ડૉક્ટરની સલાહ પ્રમાણે ઘરમાં જ આઈસોલેશનમાં છે.

શિલ્પાએ સોસિયલ મીડિયામાં આ અંગેની જણાવ્યું હતું કે એક પરિવાર તરીકે અમારા માટે છેલ્લાં 10 દિવસ ઘણાં જ મુશ્કેલી ભર્યા રહ્યાં છે. મારા સાસુ-સસરા, સમીશા, વિયાન, મારી માતા અને છેલ્લે રાજનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પોત-પોતાના રૂમમાં આઈસોલેટ છે. ડૉક્ટરની સલાહ લઈ રહ્યાં છે.
એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું કે મારો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોટોકોલ હેઠળ તમામ સેફ્ટી મેજર ફોલો કરવામાં આવી રહ્યાં છે. અમે BMC તથા ઓથોરિટીના આભારી છીએ કે તેમણે અમારી મદદ કરી હતી.