Kiara Advani and Siddharth Malhotra
ANI

બોલીવૂડની જાણીતી યુવા જોડી- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી નજીકના ભવિષ્યમાં લગ્ન કરે તેવી ચર્ચા થઇ રહી છે. આમ તો તે બંને પોતાના સબંધો પર જાહેરમાં ઓછી જ વાત કરે છે પણ તેઓ વારંવાર સાથે જોવા મળે છે. તે બંને એક બીજા સાથે ગાઢ સંબંધમાં હોવાનું પણ કહેવાય છે. ચર્ચા તો એવી પણ છે કે, આવનારા છ મહિનામાં સિદ્ધાર્થ અને કિયારા લગ્ન કરશે.

તેઓ એપ્રિલ-2023માં લગ્ન કરશે અને તેઓ માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારપછી તેઓ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન સમારોહનું આયોજન કરશે. સિદ્ધાર્થ અને કિયારા પ્રથમવાર શેરશાહ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એક બીજાની ગાઢ રીતે નજીક આવ્યા હતા અને ત્યારથી તેઓ એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની જોડી ચાહકોને સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર પણ પસંદ આવી રહી છે.

LEAVE A REPLY

eight − 2 =