દક્ષિણ એશિયાના બીજા પાંચ દેશોના ટ્રાવેલરને પણ પ્રવેશની છૂટ

સિંગાપોરે તેની ટ્રાવેલ નિયંત્રણ યાદીમાંથી ભારત અને બીજા પાંચ સાઉથ એશિયન દેશોને દૂર કર્યા છે. આનો અર્થ એવો થાય છે કે બુધવારથી ભારતના પ્રવાસીઓ સિંગાપોરમાં પ્રવેશ કરી શકશે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં 14 દિવસની ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા તમામ પ્રવાસીઓ બુધવારથી સિંગાપોરમાં પ્રવેશ કરી શકશે અથવા ટ્રાન્ઝિટ થઈ શકશે. જોકે આ દેશોના મુસાફરોઓ આકરા સીમા નિયંત્રણોનું પાલન કરવું જોઇએ, જેમાં સ્પેશ્યલ ફેસિલિટીમાં 10 દિવસના સ્ટેટ હોમ નોટિસ પીરિયડનો સમાવેશ થાય છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે તેને દક્ષિણ એશિયાના છ દેશોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દેશમાંથી અગાઉ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. આ દેશોની કોરોના સ્થિતિમાં સુધારો થયો છે. આરોગ્ય પ્રધાન ઓંગ કે કુંગે જણાવ્યું હતું કે આ દેશોના પ્રવાસીઓ સિંગાપોરમાં પ્રવેશ ન કરી શકે તેવા આકરા નિયમોની હવે જરૂર નથી.

મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારની અસરથી સિંગાપોરના સૌથી નજીકના પડોશી દેશો મલેશિયા અને ઇન્ડોનેશિયમાંથી પ્રવાસીઓ માટેના નિયમોને હળવા કરવામાં આવ્યા છે. સિંગાપોરમાં શુક્રવાર સુધી કોરોનાના 165,663 કેસ નોંધાયા હતા અને 294 લોકોના મોત થયા હતા.