પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સિંગાપોરની હાઈકોર્ટે ભારતીય મૂળના ત્રણ મલેશિયન નાગરિકોની મૃત્યુદંડની સજાનો અમલ રોકવા માટેની અરજીઓને ફગાવી દીધી છે. આ ત્રણેય વ્યક્તિઓને ડ્રગ્સ વિરોધ કડક કાયદા હેઠળ આ સજા થયેલી છે. આ ઉપરાંત મલેશિયન મૂળના સિંગાપોરના એક નાગરિકની આવી અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.

આ ચાર વ્યક્તિમાં સિંગાપુરના જુમાત મોહમ્મદ સૈયદ તથા મલેશિયાના લિંગકેશ્વરન રાજેન્દ્રન, દાચીનમૂર્તિ કટૈયા અને સમીનાથન સેલવારાજુનો સમાવેશ થાય છે. તેમણે દલીલ કરી હતી કે બે જોગવાઈઓ નિર્દોષતા અંગેના બંધારણીય રીતે સુરક્ષિત ધારણાનું ઉલ્લંઘન કરે છે. વકીલોએ આ દલીલો રજૂ કરી ન હતી.

સ્ટ્રેટ્સ ટાઈમ્સના અહેવાલ મુજબ હાઈકોર્ટે શુક્રવારે તેમની મૃત્યુદંડની સજાના અમલ સામે પ્રતિબંધિત હુકમ મેળવવાની પરવાનગી માટેની તેમની અરજીઓ ફગાવી દીધી હતી. બે જોગવાઈઓ બંધારણની કલમ 9 અને 12નું ઉલ્લંઘન કરે છે તેવી એક કોર્ટની જાહેરાત સામે પણ હાઇકોર્ટે સ્ટે મુક્યો ન હતો.

ચારેય દોષિતોને 2015 અને 2018ની વચ્ચે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. આ ચુકાદા સામેની તેમની સંબંધિત અપીલો 2016 અને 2020ની વચ્ચે ફગાવી દેવામાં આવી હતી.એક લેખિત ચુકાદામાં જસ્ટિસ વેલેરી થિયને જણાવ્યું હતું કે આ અરજી ફોજદારી કેસોમાં કોર્ટના અંતિમ નિર્ણય પછીના જરૂરી ત્રણ મહિનાની અવધિની પછી દાખલ કરાઇ હતી.

LEAVE A REPLY

nineteen − seven =