Sisters of successful actresses failed in films
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી (ANI Photo)
અભિનેત્રીઓ વગર ફિલ્મો અધૂરી છે. બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓએ નામના મેળવી છે અને પોતાની અભિનય ક્ષમતાના આધારે ટોચ પર પહોંચી છે. અહીં એવી અભિનેત્રીઓ અંગે ચર્ચા કરી છે જેઓ પોતાની પ્રતિભાથી આગળ આવી છે, પણ તેમની બહેનો બોલીવૂડમાં નિષ્ફળ ગઇ છે.

મલાઇકા અરોરા અને અમૃતા અરોરા

બોલીવૂડમાં આઇટમ નંબરથી પોતાની કારકિર્દી ઘડનાર મલાઇકાના નામના સિક્કા તો ફિલ્મોમાં ચાલે છે. તેના આઇટમ સોંગના ચાહકોનો વર્ગ તો ખૂબ વિશાળ છે, પણ મલાઇકાની બહેન અમૃતા અરોરાની ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અમૃતા અરોરા તેની ફિલ્મી કારકિર્દીમાં ખાસ સફળ થઇ નથી. લોકો તેને મલાઇકાની બહેન કે કરિશ્મા કપૂર અને કરીના કપૂરની ફ્રેન્ડ તરીકે વધારે ઓળખે છે. અમૃતા વન ફિલ્મ વંડર બનીને રહી ગઇ છે.

ડિમ્પલ કાપડીયા અને સિમ્પલ કાપડીયા

ડિમ્પલ કાપડીયાને ઓળખની કોઇ જરૂર નથી. ડિમ્પલ કાપડીયાનું સ્ટારડમ આજે પણ અકબંધ છે. પોતાની વિશાળ કારકિર્દીમાં તે લગભગ મોટા ગજાના કલાકાર સાથે કામ કરી ચૂકી છે. ડિમ્પલના પતિ રાજેશ ખન્નાની ગણના હિન્દી ફિલ્મોનો પ્રથમ સુપર સ્ટાર તરીકે થતી હતી. તેની પુત્રી ટ્વિંકલ ખન્ના અને રીંકલ ખન્નાએ પણ ફિલ્મોમાં કામ કર્યું છે. ટ્વિંકલનો પતિ અક્ષયકુમાર એક સફળ અભિનેતા છે. જ્યારે ડિમ્પલની બહેન સિમ્પલ કાપડીયાની કરિયર કંઇ ખાસ નહીં રહી અને એ તો જીવનનો જંગ પણ ઝડપથી જ હારી ગઇ હતી.

શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી

શિલ્પા શેટ્ટીનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં આવે છે, પણ તેની બહેન શમિતા શેટ્ટી દર થોડા વર્ષે બોલિવૂડની ફિલ્મોમાં સહ અભિનેત્રી તરીકે જોવા મળે છે. પોતાના અભિનય કરતા અન્ય કલાકારો સાથે તેના સંબંધોની ચર્ચા વધારે થતી હોય છે.

કાજોલ અને તનીષા મુખરજી

અજય દેવગનની પત્ની કાજોલના અભિનયના તેના ચાહકો દિવાના છે, જ્યારે તેની બહેન તનીષા મુખરજી બોલિવૂડમાં પોતાની કોઇ ખાસ ઓળખ ઊભી કરી શકી નથી.

LEAVE A REPLY

thirteen + fourteen =