SKLPC(UK)'s Rangoli attracted attention
SKLPC(UK)'s Rangoli attracted attention

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) UK દ્વારા ઈન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ખાતમુહુર્ત (ફાઉન્ડેશન સ્ટોન લેઇંગ) સમારોહનું આયોજન બુધવાર તા. 17 મે 2023ના રોજ સવારે 10 વાગ્યે તથા શાંતિ હવનનું આયોજન સોમવાર 29 મે 2023, સવારે 10.30 વાગ્યે ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ UB5 6RE ખાતે કરવામાં આવ્યું છે.

કચ્છના વતનીઓની સંસ્થા SKLPC (UK) ની સ્થાપના 50 વર્ષ પહેલાં સખાવતી સંસ્થા તરીકે કરાઇ હતી, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિ દ્વારા સભ્યોના જીવનને ઉન્નત બનાવવાનો હતો. વેસ્ટ હેન્ડન, લંડનમાં પ્રથમ કોમ્યુનિટી સેન્ટર ખરીદ્યા બાદ સમુદાયના લોકોની વસ્તી વધતા 1996માં હાલના નોર્થોલ્ટ, લંડનની 18-એકરની ગ્રીન બેલ્ટ સાઇટ ખરીદવામાં આવી હતી.

આજે લગભગ 30,000ની વસ્તી ધરાવતા SKLPCના સભ્યો ગૌરવપૂર્વક બ્રિટિશ સોસાયટીમાં બીઝનેસ, સમુદાય અને રાજકારણમાં અગ્રગણ્ય મનાય છે. £20 મિલિયનના ખર્ચે સ્થાપાનાર ઈન્ડિયા ગાર્ડન્સ કોમ્પ્લેક્સમાં સભ્યો અને સ્થાનિક સમુદાય માટે રમતગમત અને સામુદાયિક કાર્યક્રમો માટે વ્યવસ્થા કરાશે.

LEAVE A REPLY