Sonam Kapoor gave birth to a son
. (Photo by Gareth Cattermole/Getty Images)

બોલિવૂડની ફેશન અને સ્ટાઈલ આઈકોન તરીકે જાણીતી સોનમ કપૂરે સુંદરતાની સાથે સ્માર્ટનેસ પણ સાબિત કરીને બિઝનેસમાં ઝંપલાવ્યું છે. ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ ફેમિલીમાં મેરેજ કરનારી સોનમ કપૂર પાસે ઈન્વેસ્ટમેન્ટ કરવાની ટેલેન્ટ પણ છે. સોનમે તાજેતરમાં બ્લોકચેઈન બેસ્ડ ગેમ મેકાફાઈટક્લબમાં ઈન્વેસ્ટ કર્યું છે, જેને ઓનલાઈન ગેમિંગ સ્ટાર્ટ અપ ઈરરેવરન્ટ લેબ્સે લોન્ચ કરી છે.

પોતાના ઈન્વેસ્ટમેન્ટ અંગે જાહેરાત કરતાં સોનમે ટ્વિટર પર લખ્યુ હતું કે, વીડિયો ગેમ્સ રમતા હું મોટી થઈ છું અને મને તેની દરેક બાબત ગમે છે. ગેમની આર્ટ, સ્ટોરી ટેલિંગ અને તેને ડેવલપ કરવામાં મદદરૂપ થતી ક્રીએટિવિટી ખૂબ એક્સાઈટિંગ છે. વીડિયો ગેમિંગ ઈન્ડસ્ટ્રીને વેબ 3.0માં લઈ જવાનું કામ આ સ્ટાર્ટ અપ કરશે તેવો સોનમે વિશ્વાસ છે. આ વીડિયો ગેમમાં એલિયનના અત્યાચારોથી માનવજાતને બચાવવાના મિશનની સ્ટોરી છે. ઈન્વેસ્ટમેન્ટની સાથે સોનમ એક્ટિંગમાં પણ એક્ટિવ રહે છે. સોનમની ફિલ્મ બ્લાઈન્ડનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. આ ઉપરાંત સોનમ અત્યારે પ્રેગનન્ટ હોવાથી તેની પણ તે કાળજી લઇ રહી છે.