Sonam Kapoor gave birth to a son
. (Photo by Gareth Cattermole/Getty Images)

અભિનેત્રી સોનમ કપૂર તેની આગામી ફિલ્મ બ્લાઇન્ડમાં પ્રજ્ઞાચક્ષુ યુવતીની ભૂમિકા ભજવવાની છે. જેના માટે તે બોડી લેન્ગવેજની તાલીમ લઇ રહી છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતુ ંકે, ફિલ્મનાપાત્રને યોગ્ય ન્યાય આપવા માટે સોનમ હાલ સખત ડાયટ કરી રહી છે. કહેવાય છે કે, તે મહામારી પછી જલદી જ શૂટિંગ શરૂ કરશે.ફિલ્મના દિગ્દર્શક સાથે તે વિવિધ વિષયોના રિસર્ચ પર ચર્ચા કરી રહી છે. એક કોચ પાસેથી પોતાના પાત્રને ઉત્તમ રીતે ભજવવા માટે તાલીમ પણ લઇ રહી છે. શોમ મખીજા દ્વારા દિગ્દર્શિત અને સુજોય ઘોષ દ્વારા નિર્મિત આ ફિલ્મના શૂટિંગ માટે સોનમ હાલ ગ્લાગ્લોમાં છે. સોનમ પ્રથમ વખત નેત્રહીન યુવતીનું પાત્ર ભજવી રહી છે.