કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના બીજા કેટલાંક નેતાઓ પર કોરોના પોઝિટિવ આવ્યા છે, એમ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું.

સુરજેવાલાએ જણાવ્યું હતું કે અગાઉ સોનિયા ગાંધી જેમને મળ્યા હતા તેમાંથી ઘણા નેતાઓ અને કાર્યકરો પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.સોનિયા ગાંધીને ગઈકાલે બુધવારે સાંજે હળવો તાવ આવ્યો હતો, જે બાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.સુરજેવાલાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ હાલ માટે પોતાને આઇસોલેટ કરી લીધા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે. સુરજેવાલાએ આશા વ્યક્ત કરી હતી કે સોનિયા ગાંધી 8 જૂન પહેલા ઠીક થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. .