સ્પાઈસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ (ANI Photo)

બજેટ કેરિયર સ્પાઈસજેટે ગુરુવારે જણાવ્યું હતું કે કંપની નાદારીની કાર્યવાહી માટે અરજી કરવાની કોઈ યોજના ધરાવતી નથી અને $50 મિલિયન સાથે તે બંધ પડેલા વિમાનોનો ફરી ઉપયોગ કરવાની કામગીરી કરી રહી છે.  

સ્પાઈસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે કહ્યું કે, ‘ઈન્સોલ્વન્સી માટે અરજી કરવાનો કોઈ સવાલ જ નથી. તે અંગેની અટકળો તદ્દન નિરાધાર છે. અમે અમારા એ વિમાનોનો ફરી ઉપયોગ કરવા માટે કામ શરૂ કરી દીધું છેજે હાલમાં ઉડાન નથી ભરી રહ્યા. કંપની તેના માટે પાંચ કરોડ ડોલરના ECLC ફંડ અને પોતાની પાસે ઉપલબ્ધ રોકડનો ઉપયોગ કરી રહી છે.‘ કંપની ગત સપ્તાહે ધૂળ ખાઈ રહેલા 25 વિમાનોને ફરી કામમાં લેવાની યોજના જાહેર કરી હતી. સ્પાઈજેટની પાસે લગભગ 80 વિમાન છે. 

વિમાન ભાડે આપતી એક કંપનીએ એરલાઈન સામે લોન સેટલમેન્ટ સોલ્યુશન માટે અરજી આપી છે કંપનીએ આ નિવેદન આપ્યું હતું.  બીજી તરફ આર્થિક  સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ તરફથી સ્વૈચ્છાથી દાખલ કરાયેલી ઈનસોલ્વન્સી કાર્યવાહીની અરજીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ બુધવારે સ્વીકાર કરી લીધી હતી. 

ઉલ્લેખનીય છે કેએનસીએલટીએ 8 મેએ વિમાન ભાડે આપતી આયર્લેન્ડ કંપની એરકેસલ  લિમિટેડએ ઈન્સોલ્વન્સીની અરજી મામલે સ્પાઈસજેટને નોટિસ આપી હતી. આ મામલે સુનાવણી આગામી સપ્તાહે થવાની છે. તે ઉપરાંતઆ કંપનીએ સ્પાઈસજેટના ત્રણ વિમાનોનું રજિસ્ટ્રેશન રદ કરવાની અપીલ કરી છે. 

LEAVE A REPLY

11 − five =