શ્રીલંકામાં છેલ્લા ઘણા સમયથી ગંભીર આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એક માત્ર ભારતે જ તેને જરૂરી મદદ કરી છે. દેશના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસટેલિના જ્યોર્જિવાને જણાવ્યું હતું કે, દેશમાં ફ્યુઅલની કટોકટી સર્જાઇ છે ત્યારે ભારત સિવાય કોઇપણ દેશે આર્થિક મદદ કરી નથી.
વિક્રમસિંઘે, જેઓ દેશના નાણા પ્રધાન પણ છે અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચે ચર્ચા થઇ ત્યારે છે 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા પછી શ્રીલંકાએ સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વોશિંગ્ટનસ્થિત મોનેટરી ફંડની મદદ લેવાનું નક્કી કર્યું છે. 1948. શ્રીલંકા અને IMF વચ્ચે 18 એપ્રિલથી ચર્ચા શરૂ થઈ હતી.
શ્રીલંકાની સરકારે ૧૨ એપ્રિલે તમામ વિદેશી દેવાની ચૂકવણી સસ્પેન્ડ કર્યા પછી શ્રીલંકાએ તેમાં ફેરફાર કરવા માટેના પગલાં શરૂ કર્યા છે, જે IMFની સહાય માટેના કાર્યક્રમની પૂર્વશરત છે.
વિક્રમસિંઘેએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે, જ્યોર્જિવા સાથે આ અંગે તેમણે ચર્ચા કરી હતી. જેમાં શ્રીલંકાની આર્થિક જરૂરિયાત અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. ‘મેં તેમને નાણાકીય મદદની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં નાણા મળી જાય તે રીતે હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો આગળ વધારી રહ્યો છું.’
વિક્રમસિંઘેએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની સરકાર રોકડની અછતમાંથી પસાર થઇ રહી હોવઆથી તેઓ આવનાર છ મહિના સુધી દેશનું સંચાલન કરવા 6 બિલિયન ડોલરની મદદ મળે તેવું ઇચ્છે છે.