Stars in the sky disappear rapidly due to light pollution
(istockphoto.com)
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કૃત્રિમ પ્રકાશ દર વર્ષે રાત્રે આકાશને લગભગ 10 ટકા ચમકતું બનાવે છે, આ અભ્યાસમાં 50 હજારથી વધુ એમેચ્યોર સ્ટારગેઝર્સના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સેટેલાઇટ આંકડા જોઈને વૈજ્ઞાનિકોને અગાઉ જે અનુમાન હતું તેના કરતાં તેનો પરિવર્તનનો દર ખૂબ જ ઝડપી છે. આ સંશોધન, જેમાં 2011થી 2022 સુધીના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ અભ્યાસના તારણો ગુરુવારે સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.
યુનિવર્સિટી ઓફ સેન્ટિયાગો ડી કોમ્પોસ્ટેલાના ભૌતિકશાસ્ત્રી ફેબિયો ફાલ્ચી, જેઓ અભ્યાસમાં સામેલ ન હતા, તેમણે જણાવ્યું હતું કે, “આપણે દર વર્ષે, આકાશમાં તારા જોવાની સંભાવના ગુમાવી રહ્યા છીએ. જો તમે હજુ પણ સૌથી ઝાંખા તારાઓ જોઈ શકો છો, તો તમે ખૂબ જ અંધારાવાળી જગ્યાએ છો. પરંતુ જો તમે માત્ર સૌથી વધુ ચમકતા તારા જ જોઇ શકો છો, તો તમે ખૂબ જ પ્રકાશ-પ્રદૂષિત જગ્યાએ છો.”
પોટ્સડેમમાં જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના ભૌતિકશાસ્ત્રી અને આ અભ્યાસના સહ-લેખક ક્રિસ્ટોફર કીબાએ જણાવ્યું હતું કે, “જેમ જેમ શહેરો વિસ્તરે છે અને વધુ લાઇટ લગાવે છે એટલે આકાશ ચમકે છે. જીવનમાં આ 10 ટકા વાર્ષિક ફેરફાર “મારી અપેક્ષા કરતાં ઘણો વધુ છે. “

LEAVE A REPLY

1 × two =