foreign students to work more hours in the UK

બ્રિટનમાં સ્ટાફની અછતનો સામનો કરી રહેલા બિઝનેસીસની તકલીફોનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ પાર્ટ-ટાઇમ નોકરીઓ લેવા અને તેમના કામના કલાકો 20થી વધારીને 30 કલાક કરવા અથવા તે પ્રતિબંધને સંપૂર્ણપણે દૂર કરવાની સરકાર વિચારણા કરી રહી છે.

વિદેશી વિદ્યાર્થીઓને હાલમાં ટર્મ ટાઈમ દરમિયાન અઠવાડિયામાં વધુમાં વધુ 20 કલાક કામ કરવાની પરવાનગી છે. અધિકૃત ડેટા દર્શાવે છે કે યુકેમાં નેટ ઇમીગ્રેશન ગયા વર્ષે 504,000ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. જેમાં 1.1 મિલિયન માઇગ્રન્ટ્સમાંથી 476,000 વિદ્યાર્થીઓ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે યુકેના બિઝનેસીસે સરકારને વિનંતી કરી હતી કે તેઓ ખાલી જગ્યાઓ ભરવા માટે વધુ વિદેશી વિદ્યાર્થીઓની પરવાનગી આપે. દેશ અર્થવ્યવસ્થા સામે લડી રહ્યો છે ત્યારે દેશમાં 1.3 મિલિયન કર્મચારીઓની જરૂરિયાત છે અને પાર્ટ-ટાઇમ કામ કરવા માટે તૈયાર વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં નોકરીઓ શોધે છે.

બ્રિટિશ યુનિવર્સિટીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તે માટે વિદેશી વિદ્યાર્થીઓની ફી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નિષ્ણાતોને લાગે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો આ સંસ્થાઓના અસ્તિત્વ સામે જોખમ ઉભુ કરશે.

કેટલીક યુનિવર્સિટીઓ માને છે કે વિદ્યાર્થીઓને વધુ કલાકો સુધી કામ કરવાની મંજૂરી આપવાથી યુકેમાં શિક્ષણ લેવાનું વિદેશી વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક બનશે. પરંતુ કેટલાક શિક્ષણવિદો માને છે કે વધુ કામ કરવું તેમના અભ્યાસને અસર કરી શકે છે.

જો કે, બીજી તરફ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન બ્રિટનમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે  નેટ ઇમિગ્રેશનની સંખ્યાને ઘટાડવા માંગે છે. ઇનવર્ડ ઇમિગ્રેશનને અટકાવવું એ ગવર્નિંગ કન્ઝર્વેટિવ પાર્ટીની મુખ્ય ચૂંટણી પ્રતિજ્ઞા છે. જેને અમલી બનાવવા બ્રેવરમેન વિદેશી વિદ્યાર્થીઓનો કોર્સ કર્યા પછી બ્રિટનમાં રહેવાનો અને કામ કરવાનો મહત્તમ સમયગાળો બે વર્ષથી ઘટાડીને છ મહિના કરવાનું પણ વિચારી રહ્યા છે.

દરમિયાન, વર્ક અને પેન્શન સેક્રેટરી મેલ સ્ટ્રાઈડની આગેવાની હેઠળની સમીક્ષા નવ મિલિયન આર્થિક રીતે નિષ્ક્રિય લોકોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાના માર્ગો પણ જોઈ રહી છે.

વડા પ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં જણાવ્યું હતું કે જ્યારે “બિઝનેસીસ કામદારો માટે પોકાર કરી રહ્યા છે ત્યારે આશ્ચર્યજનક સંખ્યામાં લોકો કામ કરી રહ્યા નથી.

LEAVE A REPLY

twenty − 7 =