બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનાક (ફાઇલ ફોટો) . (Photo by Stefan Rousseau-WPA Pool/Getty Images)

બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનાકના આ સપ્તાહના બજેટમાં હેલ્થ સર્વિસ માટે આગામી કેટલાંક વર્ષમાં 5.9 બિલિયન પાઉન્ડના વધારાના ખર્ચનો સમાવેશ થશે. તેનો હેતુ વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવાનો છે, એમ નાણાપ્રધાને રવિવારે જણાવ્યું હતું.

કોરોના મહામારથી જમા થયેલા બેકલોગનો નિકાલ કરવા અગાઉ સપ્ટેમ્બરમાં 8 બિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ ખર્ચનો હેતુ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ની સ્કેન અને નોન ઇમર્જન્સી પ્રોસિજર્સ જેવી ઇલેક્ટિવ એક્ટિવિટીની ક્ષમતામાં વધારો કરવાનો છે. તેમાં 2024-25માં 30 ટકા વધારો કરવાની યોજના છે. ટેસ્ટિંગ સર્વિસ માટે 2.3 બિલિયન પાઉન્ડ, હેલ્થ સર્વિસ ટેકનોલોજીના સુધારા માટે 2.1 બિલિયન પાઉન્ડ અને બેડ કેપેસિટીમાં વધારા માટે 1.5 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે.

સુનાકે એક નિવેદનમાં જણાવ્યું હતું તે આ એનએચએસમાં ગેમ ચેન્જિંગ રોકાણ છે, જેનો હેતુ દર્દીને યોગ્ય બિલ્ડિંગ, ઇક્વિપમેન્ટ અને સિસ્ટમ મળી રહે તથા એનએચએસ ભાવિ માટે સજ્જ બની શકે તેવો છે.

શનિવારે સરકારે જણાવ્યું હતું કે આ બજેટમાં હેલ્થ રિસર્ચ માટે 5 બિલિયન અને એજ્યુકેશન માટે 3 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે.

સુનાકે બુધવારે તેના બજેટમાં રોજિંદા જાહેર ખર્ચના મોટા ભાગના ક્ષેત્રોમાં ટાઇટ મર્યાદિત નક્કી કરે તેવી શક્યતા છે. તેઓ જાહેર દેવામાં ઘટાડો કરવાનો પ્રયાસ કરશે.

નાણા મંત્રાલયે રવિવારે યુકે બિઝનેસમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન અને વિદેશ ટેલેન્ટ આકર્ષવા માટે 1.4 બિલિયન પાઉન્ડની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. નવા પોસ્ટ બ્રેક્ઝિટ બોર્ડર્સ અને ઇમિગ્રેશન સિસ્ટમ માટે 700 બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. એડલ્ટ મેથ્સ કોચિંગ માટે 560 મિલિયન પાઉન્ડની તથા કોવિડ રિકવરી લોન સ્કીમને જૂન 2022 સુધી છ મહિના લંબાવવાની જાહેરાત કરાઈ હતી.