પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકના સાથીઓએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે ઉમેદવારી કરનાર તેમના ભૂતપૂર્વ કેબિનેટ સાથી સાજિદ જાવિદને સુનકનું સમર્થન કરવા પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. તેમણે આ માટે જાવિદના મિત્રોનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે જો બંને હરીફાઈમાં ઉતરશે તો તે બન્નેને કોઇ જ લાભ થશે નહિં. કારણ કે તેમનો મન્નેનો બેઝ એક જ છે. જો કે જાવિદે આ વાતને ફગાવી દીધી છે.

સુનકના સમર્થકોને લાગે છે કે જાવિદ પાસે નોંધપાત્ર સપોર્ટ કે મૂળભૂત “ઇન્ફ્રાસ્ટ્રક્ચર” નથી. સુનકને કોમન્સ લીડર માર્ક સ્પેન્સર, જેકબ યંગ અને એન્જેલા રિચાર્ડસન સહિત અનેક સાંસદોનું સમર્થન છે.