Autumn Statement prioritizes the poor
રિશી સુનક (ફાઇલ ફોટો) (Photo by Dan Kitwood/Getty Images)

ઓપિનિયમના એક સ્નેપ ઓપિનિયન પોલમાં જાણવા મળ્યું છે કે સુનક રવિવારની ટીવી ચર્ચામાં સ્પષ્ટ વિજેતા હતા. ઓપિનિયમ પોલમાં ભાગ લેનારા 1,001 લોકોમાંથી લગભગ 24 ટકા લોકોએ વિચાર્યું હતું કે ભૂતપૂર્વ ચાન્સેલરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, ત્યારબાદ કોમન્સ ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ ટોમ  ટૂગેન્ધાટ 19 ટકા સાથે બીજા, પેની મોર્ડાઉન્ટ 17 ટકા સાથે ત્રીજા, લિઝ ટ્રસ 15 ટકા સાથે ચોથા અને કેમી બેડેનોચ 12 ટકા મતો સાથે છેલ્લા ક્રમે રહ્યા હતા.

જો કે, રવિવારની રાત્રે પ્રકાશિત ટોરી સભ્યોની કન્ઝર્વેટિવ હોમ વેબસાઇટના સર્વેક્ષણ મુજબ બેડેનોકની લોકપ્રિયતા વધી રહી છે. જો અંતિમ બેમાં મોર્ડન્ટ અને બેડેનોક સ્થાન મેળવશે અને તેમની વચ્ચે સ્પર્ધા થશે તો તેઓ મોર્ડોન્ટને હરાવશે. મોર્ડન્ટ ટ્રસ અને સુનક બંને સામે પણ હારશે.

પેની મોર્ડન્ટ પક્ષના મતદારોના ઓપિનિયન પોલમાં અગ્રેસર છે પણ LGBTQ+ અધિકારો પરના તેમના કેટલાક વિવાદાસ્પદ મંતવ્યોને પગલે વિવાદમાં આવ્યા છે.