વિખ્યાત કેમસન્સ ફાર્મસીના ડાયરેક્ટર ભરત ચોટાઈના પત્ની સુનિલાબેન ચોટાઈનું કેન્સર સામેની બહાદુરીભરી લડત બાદ ગયા રવિવારે બ્રાઈટન નજીકની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા અને પતિ ભરતભાઇ અને બે સંતાનો રિકેશ અને રાખી સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. તેઓ સ્વ. ઇન્દુલાલ અને સ્વ. નલિનીબેન પૂજારાના પુત્રી હતા. સ્વ. સુનિલાબેનના અંતિમ સંસ્કાર સોમવાર તા. 9મી મે 2022ના રોજ બપોરે 3 કલાકે સસેક્સ ક્રિમેટોરિયમ, બાલકમ્બ રોડ, ક્રોલી, RH10 3NQ ખાતે સંપન્ન થશે.

એક સંદેશમાં, ચોટાઇ પરિવારે જણાવ્યું હતું કે હેવર્ડ્સ હીથની પ્રિન્સેસ રોયલ હોસ્પિટલમાં 1 મેના રોજ તેમના પરિવારની હાજરીમાં સુનિલાબેનનું શાંતિપૂર્ણ રીતે મૃત્યુ થયું હતું.

જિન્જા, યુગાન્ડામાં જન્મેલા, સુનિલાબેન યુગાન્ડાના લશ્કરી સરમુખત્યાર ઈદી અમીનના જુલમથી બચવા 70ના દાયકામાં ઈંગ્લેન્ડ આવેલા હજારો ભારતીયોમાંના એક હતા. તેમણે કોમ્યુનિટી અને હોસ્પિટલ સેટિંગ્સમાં ફાર્માસિસ્ટ તરીકે અને એક તબક્કે કેર ક્વોલિટી કમિશન માટે હેલ્થકેર પ્રિમાઇસીસના  ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું.

લીડ ફાર્માસિસ્ટ અને કેમસન્સ ફાર્મસીના વરિષ્ઠ મેનેજર રવિ વૈથાએ જણાવ્યું હતું કે “સુની જ્ઞાન અને અનુભવની વિશાળ શ્રેણી ધરાવતા અદ્ભુત ફાર્માસિસ્ટ હતા. તેઓ જે પણ રૂમમાં જતા હતા તે રૂમ દૈદિપ્યમાન થઇ જતો હતો. તેમની પાસે દરેકને મહત્વનો અનુભવ કરાવવાની અદભૂત પ્રતિભા હતી અને જેઓ તેમને જાણતા હતા તે બધા તેમને ખૂબ જ યાદ કરશે.”

સુનીલાએ બ્રાઇટન હિંદુ મંદિર સાથે સ્વૈચ્છિક રીતે સેવા કાર્ય કર્યું હતું અને થોડા અઠવાડિયા પહેલા સુધી તેઓ બેઘર સમુદાયને મદદ કરવા માટે કામ કરતા જૂથ બ્રાઇટન સ્ટ્રીટ કિચનમાં મદદ કરતા હતા.

તેમણે ભરતભાઇ ચોટાઇ સાથે લગ્ન કર્યા હતા. ભરતભાઇએ પોતાના ભાઈઓ બિપિનભાઇ અને પીયુષભાઇ સાથે મળીને 1979માં ઇસ્ટ સસેક્સના અકફિલ્ડમાં કુટુંબની માલિકીની ફાર્મસી ચેઈનની સ્થાપના કરી હતી અને ત્યાં જ પ્રથમ કેમસન્સ ફાર્મસી ખોલવામાં આવી હતી. માત્ર ચાર દાયકામાં, કંપની હવે 80 ફાર્મસીઓ ધરાવે છે અને 1,000થી વધુ લોકોને રોજગારી આપે છે.

તેમના જ પરિવારના પીયુશભાઇ ચોટાઈનું જાન્યુઆરી 2020માં 69 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું.

અંતિમક્રિયામાં જોડાનાર સૌને ચોટાઈ પરિવારે તા. 9મી મે 2022ના રોજ સાંજે 5 વાગ્યાથી ક્રોલી મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી, RH11 0AF ખાતે પ્રસાદી માટે જોડાવા વિનંતી કરી છે. જે લોકો અંતિમ ક્રિયામાં હાજરી આપી શકે તેમ ન હોય તેઓ વેબકાસ્ટ https://www.wesleymedia.co.uk/webcast-view પિન: 474-9729 દ્વારા અંતિમ વિધિમાં જોડાઇ શકશે.

દૈનિક પ્રાર્થના અને ભજનનું આયોજન  ફ્લિન્ટવેલ, 26B વિથડીન રોડ, બ્રાઇટન, BN1 5BL ખાતે બુધવાર અને ગુરૂવાર સિવાય દરરોજ સાંજે 7.00 થી 9.00 વાગ્યાની વચ્ચે ઘરે યોજવામાં આવશે. ભજનમાં જોડાવા માંગતા લોકો તે જ સમયે ઝૂમ પર: https://us02web.zoom.us/j/84917896931?pwd=Y0RRMHFlK0pBRDk2TnBoZHNwRERFdz09 મીટિંગ ID: 849 1789 6931 પાસકોડ: 711320 દ્વારા જોડાઇ શકશે.

સંપર્ક:  ભરતભાઇ ચોટાઈ – 07899 990 202 અને બિપિનભાઇ ચોટાઈ – 07899 990 505.