(Photo by STRDEL/AFP via Getty Images)

અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ હવે ડિજિટલ મનોરંજનની દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે. તે પોતાની નવી સીરીઝ જી-૧૯ને અંગે ચર્ચામાં છે. તે ઝીફાઇવ પ્રોડકશન સાથે પોતાની ડિજિટલ કારકિર્દીનો પ્રારંભ કરશે.

સની રાજકારણ અને ફિલ્મ કારકિર્દી એમ બંનેમાં સક્રિય છે. તે હવે નજીકના ભવિષ્યમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સિરીઝનું શૂટિંગ અત્યારે મુંબઇના મડ આઇલેન્ડમાં થઇ રહ્યું છે.

સનીની વેબ સિરીઝ વિશે વધુ કોઇ માહિતી મળી નથી. જોકે એમ કહેવાય છે કે, બોબી દેઓલને વેબ સીરીઝમાં સફળતા મળી હોવાથી સનીને પણ ભાગ્ય અજમાવાનું મન થયું છે. સની છેલ્લે ‘બ્લેક’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સાલ ૨૦૧૯માં રિલીઝ થઇ હતી. તેણે પોતાના પુત્ર કરણની કારકિર્દી ઘડવા માટે ‘પલ પલ દિલ કે પાસ’નું નિર્માણ પણ કર્યું હતું, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ નહોતી. સની દેઓલ અપને ફિલ્મની સિક્વલ અપને-2ની તૈયારીમાં છે.તેમાં દેઓલ પરિવારના કલાકારો જોવા મળશે.