Supreme court

ભારતની સુપ્રીમ કોર્ટમાં અંદાજે 70 હજારથી વધુ કેસો પડતર છે, જેમાં વર્ષો જુના કેસોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે એક સાથે 13 હજારથી વધુ જુના કેસોને રદ્ કરવાનો નિર્ણય લીધો છે. જે કેસો રદ્ કરાયા છે તે 19 ઓગસ્ટ, 2014 અગાઉના છે. આ એવા કેસો છે કે, જેને નંબર ફાળવવામાં આવ્યો છે, જોકે અરજીઓમાં ખામીઓ હોવાથી તેને તેને સુનાવણીમાં સામેલ કરાયા નહોતા. અરજદારોને આ અરજીઓમાં જે પણ ખામીઓ હતી તેને સુધારવા માટે રજિસ્ટ્રી દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે અરજદારોએ પોતાની અરજીઓને સુધારવા અંગે કોઇ પ્રતિસાદ ન આપતા કોર્ટે આવા કેસોને રદ્ કર્યા છે. આથી હવે આ કેસોની ક્યારેય સુનાવણી થશે નહીં. જે પડતર કેસોને રદ્ કરાયા છે તે તમામ આઠ વર્ષ જુના છે જ્યારે એક કેસ તો ત્રણ દસકા પહેલાનો પડતર હતો. આ કેસ 1987માં દાખલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

12 − twelve =