Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટે વિદેશમાં ભારતીયોની સુરક્ષા માટે માર્ગરેખા જારી કરવાની એક અરજીને સોમવાર, 2 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી. આ અરજી ભૂલભરેલી ઓળખને કારણે યુએઇમાં ગેરકાયદેસર રીતે પકડાયેલા એક વ્યક્તિએ કરી હતી.

ભારતીયોની સલામતી માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) તૈયાર કરવાનો ઇનકાર કરતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ પી એસ નરસિંહની બેન્ચે કહ્યું હતું કે શું અમે વિદેશ મંત્રાલયને એમ કહી શકીએ કે વિદેશ જતા કોઈ પણ ભારતીયની ધરપકડ કરી શકાય નહીં? રોજ હજારો વિદેશ જાય છે, અમે વિદેશ મંત્રાલયને આવી માર્ગદર્શિકા તૈયાર કરવા માટે કહી શકીએ નહીં. જો કોઈ નાગરિક અન્ય દેશમાં જાય છે તો એ ત્યાંના કાયદા લાગુ પડે છે. તેથી અહીં કોઈ પણ માર્ગદર્શિકા તૈયાર કરવાના આદેશ વિદેશ મંત્રાલયને કેવી રીતે આપી શકાય? અમે આવો આદેશ આપી શકીએ નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે વિદેશમાં કોઈની ખોટી રીતે અટકાયત કરાઈ છે તો એ ત્યાંના કાનૂની મદદ લઈ શકે છે. એમાં માર્ગદર્શિકાનો અર્થ શું ?

અરજીકર્તાએ જણાવ્યું હતું કે અબૂધાબીમાં પોલીસે પકડ્યો હતો. ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિદેશ મંત્રાલયને વિદેશ જતા ભારતીય નાગરિકોની અટકાયત કરવાના મામલામાં માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી. કાયદાના જાણકારોના કહેવા મુજબ ભારતીય દૂતાવાસના કોઈ સરકારી અધિકારીને વિદેશી ધરતી પર કોઈ ગુનાનો આરોપી બનાવવામાં આવે છે તો તેને સંરક્ષણ મળે છે. સામાન્ય નાગરિકની જો વિદેશ જઈને કોઈ ગુનાના આરોપમાં ધરપકડ કે અટકાયત કરવામાં આવે છે તો તેને ત્યાંના કાયદા મુજબ જ ચાલવું પડશે.

LEAVE A REPLY

four × one =