Surat: People wait in queue to collect medicines from 'Arogya Rath', a government initiative, in Surat, Tuesday, April 6, 2021. (PTI Photo) (PTI04_06_2021_000169B)

સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દર્દીની સંખ્યામાં સતત વધારાથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. મૃતકોની સંખ્યામાં વધારાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ પિરિયડ છે. રેમડેસિવીરના કાળાબજાર થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. શહેરની સિવિલિ હોસ્પિટલમાં આ ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી હતી. આ સ્થિતિમાં લોકડાઉનની સોસિયલ મીડિયામાં અટકળો ચાલુ થઈ હતી. આ ગભરાટમાં પ્રવાસીઓ મજૂરો પણ શહેરમાંથી હિજરત કરી રહ્યાં છે.સુરત નજીકના મોરા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનની જાહેરાત કરવામાં આવી હતી.

સુરતના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે શહેરમાં અત્યારે જે ઝડપથી દર્દીઓ આવી રહ્યા છે. જે 108ના કોલ્સ આવે છે. એ જોતા શહેરની સ્થિતિ ગંભીર છે. આ કેસો જોતા આપણું હેલ્થ ઇન્ફાસ્ટ્રકચર આપણને લાબો સમય મદદ કરી શકે તેમ નથી. શહેરની સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બનવા તરફ ઈશારો કર્યો છે.

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં બની રહેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીનીને ગુરુવારે કેન્દ્રની એક ટીમ સુરતમાં બેઠક કરીને કોરોનાની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ અંગે સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે માહિતી આપી હતી કે હાલમાં જે પ્રમાણે કેસમાં વધારો થઈ રહ્યો છે. તે ગત વખત કરતાં ખૂબ વધારે ઝડપી છે. સાથે જ હોસ્પિટલની જે કેપેસિટી છે. તેના કરતાં દાખલ થનાર સંખ્યા પણ ખૂબ વધારે છે. અત્યારે હરતા ફરતા નહીં પરંતુ ઓક્સિજન પર આવનારા દર્દીઓની સંખ્યા વધારે છે.

કોરોનાની સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની અછત ન પડે એ માટે સરકાર એક તરફ પૂરતા સ્ટોકનો દાવા કરી રહી છે પરંતુ સુરતમાં ઈન્જેક્શનની કાળાબજારીની ઘટના સામે આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલ રૂ. 720ની કિંમતના ઈન્જેક્શનના રૂ.7000 લેતી હોવાનો આરોપ દર્દીના પરિવારજને લગાવાયો હતો.

સિવિલ અને સ્મીમેર હોસ્પીટલ સાથે ખાનગી હોસ્પીટલ પણ કોરોનાના દર્દીથી ઉભરાઈરહી છે. લોકોને ઓક્સીજન બેડ કે વેન્ટીલેટર બેડ લેવા માટે ભલામણ કરવી પડી રહી છે. આવી સ્થિતિના કારણે સુરત મ્યુનિ.એ શહેરની 51 જેટલી હોસ્પીટલના 50 ટકા બેડ મ્યુનિ. માટે અનામત રાખવાનો કરાર કરવામાં આવ્યો છે. તેમ છતાં હજી સ્થિતિ વધુ વિકટ બની શકે તેવી ભીતી મ્યુનિ.તંત્રને છે. આવી સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર આગોતરૂં આયોજન કરી રહ્યું છે.