પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરત એરપોર્ટ પર 100 ફ્લાઈટની કનેક્ટીવિટી થવાનો સંકેત મળી રહ્યા છે. 20મીથી હૈદરાબાદ પછી ચૈન્નઈ અને ગૌહાટીની ફ્લાઈટ શરુ થવા જઈ રહ્યા છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આરપાટીલે સુરતથી 100 ફ્લાઈટની કનેક્ટીવિટી કરવાની જાહેરાત કરી હતી. જે ઝડપથી પુરી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 20 ઓગસ્ટથી સુરતથી હૈદરાબાદ જ્યારે 21 ઓગસ્ટથી ચૈન્નઈ અને ગૌહાટીની વનસ્ટોપ ફ્લાઈટ શરુ થશે.

ખાનગી એરલાઈન્સ કંપનીઓ દ્વારા તા.૧૩મી ઓગસ્ટ પછીનું સુરતથી ફ્લાઈટનું શિડયુલ જાહેર કર્યુ છે. જેમાં સ્પાઈસ જેટ 20 ઓગસ્ટથી સુરત-હૈદરાબાદ ફ્લાઈટ ઓપરેટ કરાશે. જે અઠવાડિયામાં 04 દિવસ સોમ, બુધ, શુક્ર અને શનિવારે ઓપરેટ થશે.