યુકેના નોર્ધમ્પટનમાં ભારતીય મૂળની એક મહિલા અને તેના બે બાળકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે. પોલીસને આ મહિલાના ઘરમાંથી ગંભીર ઇજાઓ સાથેના મૃતદેહ જોવા મળ્યા હતા. મહિલાની ઓળખાણ 40 વર્ષની મલયાલી નર્સ તરીકે થઈ છે, તે દક્ષિણ ભારતના કેરળમાં કોટ્ટયમની વતની હતી. તેનો છ વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીના મૃતદેહ પણ પોલીસને મળ્યા હતા. પોલીસે આ કેસમાં હત્યાની આશંકાના આધારે બાવન વર્ષના એક પુરુષની ધરપકડ કરી છે, જે તેનો પતિ હોવાનું માનવામાં આવે છે. પોલીસ અધિકારી સ્ટીવ ફ્રીમેને જણાવ્યું હતું કે, “આ ઘટના ખૂબ જ આઘાતજનક છે, પણ હું લોકોને વિશ્વાસ આપવા ઇચ્છું છું કે અમારા જાસૂસોની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે અટકાયત કરેલા શખ્સ પૂછપરછ કરી છે.” પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઇની પાસે આ કેસ સંબંધિત માહિતી હોય તો જણાવવી. પોલીસે આ ઘટનામાં મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. નર્સનું ઘટના સ્થળે અને બે બાળકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY

2 × 3 =