. (Photo by Alex Davidson/Getty Images)

2022નો આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં રમાશે. આ વર્લ્ડ કપ આગામી વર્ષના 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરે યોજાશે. ફાઇનલ 13 નવેમ્બરમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આઇસીસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આગામી વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરે યોજાનારી આ ઇવેન્ટમાં એડિલેઇડ, બ્રિસ્બેન, ગીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચ રમાશે.

ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલ્સ 9 નવેમ્બર 10 નવેમ્બરે અનુક્રમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડલેઇડ ઓવલમાં રમાશે. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકાની ટીમ રમશે.આ સિવાય નામીબિયા, સ્કોટલેનડ્, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ બીજા ચાર ટીમો સામે ક્વોલિફાયર રાઉન્ડમાં રમવુ પડશે અને એ પછી તેમને સુપર 12માં સ્થાન મળશે.