Huge increase in prize money in domestic cricket tournaments in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએઈ તથા ઓમાનમાં આ મહિનાથી શરૂ થનારી આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં પુરૂષોની વિજેતા ટીમને અંદાજે ૧૬ લાખ ડોલર ઈનામ (રૂપિયા ૧૨ કરોડ) નું ઈનામ મળશે. રનર્સ અપ ટીમને તેનાથી અડધી રકમ થશે. આઇસીસીએ જાહેરાત કરી છે કે, આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ અંદાજે 54 લાખ ડોલરથી વધુ રહેવાનો અંદાજ છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી રમાશે. સેમિ ફાઈનલમાં હારનારી બે ટીમોને અંદાજે 4-4 લાખ ડોલરનું ઈનામ અપાશે. આઇસીસીના સુપર ૧૨માં અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા તેમજ વિન્ડિઝની ટીમ નિશ્ચિત છે. જ્યારે બાકીની ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાં દેખાવના આધારે જોડાશે.

આઇસીસી આ વખતે ટી-૨૦ વર્લ્ડ કપમાં સૌપ્રથમ વખત ડીઆરએસ (ડિસિઝન રીવ્યૂ સિસ્ટમ)નો અમલ કરવાની છે. બંને ટીમોને દરેક ઈનિંગમાં બે ડિઆરએસ મળશે. ટી-૨૦ વર્લ્ડ કપમાં ડ્રિક્સ બ્રેક અઢી-અઢી મિનિટના રહેશ. તેના કારણે મેચમાં પાંચ મિનિટનો સમય વધી જશે.કાઉન્સીલે વરસાદનું વિઘ્ન નડે તો એવી મેચોમાં ન્યૂનતમ ઓવરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગ્રુપ સ્ટેજ સુધીની મેચમાં ડીએલએસથી મેચનો ફેંસલો લાવવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવર બેટિંગ કરવી જરુરી છે. જ્યારે સેમિ ફાઈનલ-ફાઈનલમાં ડીએલએસથી નિર્ણય લેવા માટે ઓછામાં ઓછી ૧૦ ઓવર સુધી બેટીંગ કરી જરુરી છે.