Talks between Reliance, Hindujani for hydrogen engines

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) હાઇડ્રોજન-સંચાલિત એન્જિનના વિકાસ અને સપ્લાય ચેઇન માટે હિન્દુજાની માલિકીની ટ્રક એન્ડ બસ કંપની અશોક લેલેન્ડ સાથે વાટાઘાટો કરી રહી છે, એમ આ ગતિવિધિથી વાકેફ બે લોકોએ ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. 

આ યોજના હેઠળના પ્રથમ પગલા તરીકે અશોક લેલેન્ડ 45,000 ટ્રકના હાલના કાફલાને ફ્યુઅલ-સેલ એન્જિન સાથે રિટ્રોફિટ કરશે. જેથી આ વાહનો ડીઝલને બદલે ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરી શકે,   RIL રિફાઈન્ડ પ્રોડક્ટ્સ અને અન્ય માર્કેટિંગ માલસામાનના પરિવહન માટે આ ટ્રકનો કોન્ટ્રાક્ટ અશોક લેલેન્ડને આપ્યો છે.  

રિલાયન્સ દ્વારા અશોક લેલેન્ડના 45,000થી વધારે ટ્રકને હાઈડ્રોજન સેલ દ્વારા રેટ્રોફીટ કરવામાં આવશે. આ કામગીરી ટ્રકના વર્કશોપમાં જ થશે. ત્યાર પછી બીજા સર્વિસ પ્રોવાઈડરના વર્કશોપમાં પણ નવી ટેક્નોલોજી બેસાડવામાં આવશે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અત્યારે અશોક લેલેન્ડ સાથે ભાગીદારી કરી છે, પરંતુ તે બીજી કંપનીઓ સાથે પણ હાથ મિલાવી શકે છે. જોકે, તે ઓલા અને ઉબર જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરશે કે નહીં તે નક્કી નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અશોક લેલેન્ડ આ ભાગીદારી હેઠળ સંભવિત મૂડી ખર્ચને અંતિમ સ્વરૂપ આપી શકે છે. 

હાલમાં હેવી વાહનો ડીઝલ દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ તે ભારે પ્રદૂષણ પેદા કરવામાં આવે છે. નવી ટેક્નોલોજીના કારણે ભવિષ્યમાં હાઈડ્રોજન ફ્યુઅલનો જમાનો આવશે તે નક્કી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે પણ હાઈડ્રોજન એન્જિનની ડિમાન્ડ વધશે કારણ કે આ ફ્યુઅલ સસ્તું પડે છે અને તે સ્વચ્છ હોય છે. તાજેતરમાં પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં હાઈડ્રોજન ફ્યુઅલનો જ જમાનો આવશે. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી જૂથ ક્લિન એનર્જી પર ફોકસ કરી રહ્યા છે. આગામી દાયકામાં ભારત વિશ્વમાં સૌથી મોટો ક્લિન એનર્જી ઉત્પાદક દેશ બની જવાનો છે. 

તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ 2005ની શરૂઆતથી જામનગરના યુનિટમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. જો આ યોજના સફળ રહેશે તો ભવિષ્યમાં બસ અને ટેક્સીઓ પણ ગ્રીન હાઈડ્રોજન જેવા ક્લીન ફ્યુઅલ પર આધારિત હશે. આ પ્રકારના એન્જિન બનાવવા માટે રિલાયન્સે અશોક લેલેન્ડનો સંપર્ક કર્યો છે. આગળ જતા તેને વિસ્તારીને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટા પાયે ઉપયોગ કરવામાં આવી શકે છે. 

  

LEAVE A REPLY

1 + one =