યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનની જ્હોન હેન્સર્ડ ગેલેરી દ્વારા ટેન્ગ્લ્ડ હાયરાર્કી નામનું એક પ્રદર્શન તા. 2 જૂન થી 10 સપ્ટેમ્બર 2022 દરમિયાન યોજાનાર છે. આ પ્રદર્શન પાંચ નોંધપાત્ર રીતે ઉપયોગમાં લેવાયેલા એન્વલપ્સના સંગ્રહ પર કેન્દ્રિત છે. દરેક પરબિડીયું મહાત્મા ગાંધીને સંબોધવામાં આવેલ છે અને તે બધાને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના માઉન્ટબેટન આર્કાઇવમાં કાળજીપૂર્વક સાચવવામાં આવેલા છે.

સોમવાર 2જી જૂન 1947ના રોજ, લોર્ડ લુઈસ માઉન્ટબેટન ભારતીય ઉપખંડના નિકટવર્તી ભાગલા અંગે ચર્ચા કરવા માટે મહાત્મા ગાંધીને મળ્યા હતા. મૌનની પ્રતિજ્ઞાને કારણે વાતચીતને બદલે ગાંધીજીએ માઉન્ટબેટન સાથે વપરાયેલ પરબિડીયાઓની પાછળ હસ્તલિખિત નોંધો દ્વારા વાતચીત કરી હતી.

આ પ્રદર્શનમાં કાદર અટિયા, કિમ બીઓમ, હેનરી કાર્ટિયર-બ્રેસન, મહાત્મા ગાંધી, ઝરીના, મોના હાતુમ, પાર્ટીશન મ્યુઝિયમ, સર રોજર પેનરોઝ, પોલ ફેઇફર, વિલાયનુર રામચંદ્રન, રોજર શેફર્ડ, હોમાઈ વ્યારાવાલા, એલેક્સા રાઈટનું યોગદાન સમાવાયું છે. સમગ્ર પ્રદર્શન દરમિયાન નકશા, સરહદો, કારણભૂત લૂપ્સ અને અનસેટલીંગ ડિસ્પ્લેસમેન્ટની થીમ્સ વણાયેલી છે.

જ્હોન હેન્સર્ડ ગેલેરી આ પ્રદર્શનને શક્ય બનાવવામાં તેમની અમૂલ્ય મદદ અને યોગદાન માટે યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન લાઇબ્રેરીમાં આર્કાઇવ્સ અને સ્પેશિયલ કલેક્શન્સ અને વિન્ચેસ્ટર સ્કૂલ ઑફ આર્ટના પ્રોફેસર સુનિલ મંઘાણીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.