તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો શૈલેષ લોઢા (ડાબી બાજુ), ગુરુચરણ સિંહ, દિલિપ જોશી (સેન્ટ્રલ), મયૂર વાકાણી (જમણેથી બીજા ક્રમે) અને દિશા દિશા વાકાણી (જમણી બાજુ) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

લોકપ્રિય ટેલીવિઝન સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ ૩૩૦૦ એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. છેલ્લાં 14 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહેલા આ શોએ આ અનોખી સિદ્ધિ મેળવી હતી. આ શોમાં દરેક વિષય પર વાત કરી દર્શકોને જાગૃત કરવામાં આવે છે. આ શોના નિર્માતા આસિત કુમાર મોદી છે.

આ અંગે આસિત કુમાર મોદીએ કહ્યું કે ‘અમારો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફક્ત એક શો નથી, એક ઇમોશન છે. અમે ૩૩૦૦ એપિસોડ પૂર્ણ કરીને એક માઇલસ્ટોન મેળવ્યો છે. અમારા માટે આ ફક્ત એક નંબર છે, કારણ કે દર્શકોની સ્માઇલ અમારા માટે મહત્ત્વની છે. આટલાં વર્ષથી દર્શકો અમને જે પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે એ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. હાસ્ય, ખુશી અને પૉઝિટિવિટીથી ભરપૂર એપિસોડ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ.’