પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની ટોચની આઇટી કંપની ટીસીએસે અમેરિકાના એરિઝોનામાં તેના બિઝનેસમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની તેના ગ્રાહકોની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની માગને પહોંચી વળવા આગામી પાંચ વર્ષમાં 300 મિલિયન ડોલરનું રોકાણ કરશે અને 2023 સુધીમાં 220 પ્રોફેશનલની ભરતી કરશે, એમ કંપનીએ શુક્રવારે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું.

કંપનીના નોર્થ અમેરિકા ચેરમેન સુર્યકાંતે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન કન્ટેન્ટ અને ટીચર ટ્રેનિંગમાં વધારો કરીને એરિઝોનામાં તેના STEM અને કમ્પ્યૂટર સાયન્સ એજ્યુકેશન પ્રોગ્રામના વ્યાપમાં વધારો પણ કરશે.

અમેરિકામાં આઇટી સર્વિસ ટેલેન્ટની ભરતી કરતી ટોચની બે કંપનીઓમાં ટીસીએસનો સમાવેશ થાય છે. કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં આશરે 21,500 કર્મચારીઓની ભરતી કરી છે. તે એરિઝોનામાં આશરે 780 કર્મચારી ધરાવે છે.