કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. બુધવારે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા ચાર દર્દીના મોત થયા હતા. આગને પગલે દર્દીઓને તાત્કાલીક ધોરણે બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બ મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. હાલ થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. અગાઉ મુંબઈને અડીને આવેલા વિરાર વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં.