36 વર્ષના જસદીપ સિંઘ, 27 વર્ષના જસલિન કૌર, આઠ વર્ષના બાળક આરુહી ઘેરી, બાળકના કાકા 39 વર્ષના અમનદીપ સિંહના મૃતદેહો ઇન્ડિયાના રોડ એન્ડ હચિસન રોડ નજીકની એક વાડીમાંથી બુધવારની સાંજે મળી આવ્યા હતા. (ANI Photo/ Merced County Sheriff's Offic

કેલિફોર્નિયામાં ભારતીય-મૂળના શીખ પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યાના શંકાસ્પદ વ્યક્તિને શીખ પરિવાર સાથે જૂનો વિવાદ હતો. આ માહિતી અમેરિકાના મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ન વાર્નકે આપી હતી.તેમણે જણાવ્યું હતું કે જીસસ મેનુઅલ સાલ્ગાડો આ શીખ પરિવારનો ભૂતપૂર્વ કર્મચારી હતો અને તેનો મૃતકના પરિવાર સાથે જૂનો વિવાદ હતો, જેનું પરિણામ ખતરનાક આવ્યું હતું.

શીખ પરિવારના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કે સાલ્ગાડો એક જૂનો કર્મચારી હતો, જે પીડિત પરિવારની કંપનીની ગાડી ચલાવતો હતો. માર્યા ગયેલા પરિવારના સંબંધીઓએ તપાસ કરનાર ટીમને જણાવ્યું કે આરોપી સાલ્ગાડો કંપનીથી જુદો પડ્યા બાદ લગભગ એક વર્ષ પહેલા ગુસ્સામાં મેસેજ અને ઇમેઇલ મોકલતો હતો.
શેરિફે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તેની સાથે કોઈ અન્ય પણ હતું, જેને સાલ્ગાડોને કેટલીક ચીજો કરવામાં મદદ કરી હતી જ્યાં સુધી હત્યાનો સવાલ છે, અમે કેટલાક પુરાવાના આધાર પર કેટલાક નિર્ણયો લઇશું.

કેલિફોર્નિયામાં પરિવારના શીખ પરિવારના સભ્યોનું તેમના બાળકો સાથે અપહરણ કરાયા બાદ હત્યા કરાઈ હતી, આ હત્યાના આરોપીની ગુરુવારે સાંજે ધરપકડ કરાઈ છે. સાલ્ગાડોની હત્યાના ચાર કેસો અને અપહરણના ચાર કેસોની પણ ધરપકડ કરાઈ હતી. અમેરિકામાં અપહરણ કરાયેલા ભારતીય મૂળના એક પરિવારના ચાર સભ્યોના મૃતદેહ કેલિફોર્નિયાના એક જંગલમાં મળી આવ્યા હતા.

આ શીખ પરિવાર મૂળમાં પંજાબના હોશિયારપુરના હરસી પિંડનો હતો. પરિવારનું મર્સિડ કાઉન્ટીમાંથી સોમવારે તેમના નવા ટ્રકિંગ બિઝનેસ ખાતેથી અપહરણ કર્યું હતું.  અગાઉ મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ન વાર્નકેએ જણાવ્યું હતું કે 36 વર્ષના જસદીપ સિંઘ27 વર્ષના જસલિન કૌરઆઠ વર્ષના બાળક આરુહી ઘેરીબાળકના કાકા 39 વર્ષના અમનદીપ સિંહના મૃતદેહો ઇન્ડિયાના રોડ એન્ડ હચિસન રોડ નજીકની એક વાડીમાંથી બુધવારની સાંજે મળી આવ્યા હતા. અમારી સૌથી ખરાબ આશંકાને પુષ્ટી મળી છે.  

વોર્નકેએ જણાવ્યું હતું કે ઓર્ચાડ નજીકના એક ખેડૂતને આ મૃતદેહો નજરમાં આવ્યા હતા અને તાકીદે સત્તાવાળાને જાણ કરી હતી. આ તમામ મૃતદેહો એકબીજીની ઘણા જ નજીક પડેલા હતા.  

બુધવારની સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નકેએ જણાવ્યું હતું કે મારામાં જે રોષ છે તેનું વર્ણન કરવા માટે કોઇ શબ્દો નથી. આવા આરોપીનું સ્થાન નર્કમાં છે. તેમણે આ કેસના આરોપી મેન્યુઅલ સાલગાડો માટે આ શબ્દો વાપર્યા હતા. આ શકમંદે આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વોર્નકેએ જણાવ્યું હતું કે તે ભયંકરભયંકર દર્દનાક છે. 

LEAVE A REPLY

4 × one =