ભારતીય અમેરિકન મનપ્રીત મોનિકા સિંઘે તાજેતરમાં હેરિસ કાઉન્ટીમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. તેઓ અમેરિકામાં પ્રથમ મહિલા સિખ ન્યાયમૂર્તિ બન્યા છે. (ANI Photo)

ભારતીય અમેરિકન મનપ્રીત મોનિકા સિંઘે તાજેતરમાં હેરિસ કાઉન્ટીમાં ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. તેઓ અમેરિકામાં પ્રથમ મહિલા સિખ ન્યાયમૂર્તિ બન્યા છે. તેમનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો છે અને તેઓ અત્યારે બેલ્લાએરમાં તેમનાં પતિ અને બે બાળકો સાથે રહે છે. તેમણે ટેક્સાસમાં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં શુક્રવારે શપથ લીધા હતા.

તેમનાં પિતા 1970ના દાયકાની શરૂઆતના વર્ષોમાં અમેરિકામાં આવીને વસ્યા હતા. તેમણે 20 વર્ષ વકીલાત કરી છે અને તેઓ સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય કક્ષાના અનેક નાગરિક અધિકાર સંગઠનો સાથે સંકળાયેલા છે. તેમણે તેમના શપથ ગ્રહણ સમારંભમાં જણાવ્યું હતું કે, “આ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે કેકારણ કેહું આ હ્યુસ્ટનનું પ્રતિનિધિત્વ કરું છુંતેથી હું ખૂશ છું.”

રાજ્યના પ્રથમ સાઉથ એશિયન ન્યાયમૂર્તિ એવા ઇન્ડિયન અમેરિકન રવિ સેન્ડિલે આ સમારંભની અધ્યક્ષતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કેસિખ સમુદાય માટે આ ખૂબ જ મોટી ક્ષણ છે. મનપ્રીત ફક્ત સિખ સમૂદાયના જ નહીં પરંતુ તમામ વંશીય મહિલાઓના એમ્બેસેડર છે. હ્યુસ્ટનના મેયર સીલ્વેસ્ટર ટર્નરે જણાવ્યું હતું કેસિખ સમુદાય અને વંશીય લોકો માટે પણ આ ગૌરવનો દિવસ છે.

LEAVE A REPLY