Beginning of new year with new hope and enthusiasm around the world
પેરિસના ફ્રાન્સમાં ચેમ્પ્સ એલિસીસ પર નવા વર્ષની ઉજવણી 2023. REUTERS/Sarah Meyssonnier

ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાન વિશ્વમાં સૌ પ્રથમ શાનદાર આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી ચાલુ થઈ હતી. વિવિધતા અને સર્વસમાવેશની થીમ પર આધારિત ઉજવણી માટે સિડનીના વોટરફ્રન્ટ પર 10 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે મેઘધનુષ્યનો ધોધ નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટીનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સિડની હાર્બર બ્રિજની ટોચ પરથી 7,000થી પ્રમામણાં અને નજીકના ઓપેરા હાઉસમાંથી 2,000 વધુ આતશબાજી કરવામાં આવી હતી.

દુનિયાના એકદમ પૂર્વીય ભાગ કિરિબાતી ટાપુઓથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. ૨૦૨૩નો સૌથી પહેલો સૂર્યોદય આ વિસ્તારમાં થાય છે. ટેકનિકલી આ એ ટાપુઓ છે જ્યાંથી દરેક નવા વર્ષની શરૂઆત થતી હોય છે. જોકે, ઊજવણીના સંદર્ભમાં જોઈએ તો ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ભારે ધામધૂમથી ઊજવણી થાય છે, જે આખી દુનિયામાં ખ્યાતનામ છે. પૃથ્વીના પૂર્વીય ભાગથી શરૂ થતી નવા વર્ષની ઊજવણી સૌથી છેલ્લે પશ્ચિમી ભાગમાં અમેરિકામાં થાય છે, જે ભારતીય સમય મુજબ આવતીકાલે થશે.જાપાનના ટોક્યો અને દક્ષિણ કોરિયાના સીઓલમાં પણ ભારે આતશબાજી કરાઈ હતી જ્યારે ચીનમાં કોરોના મહામારીને કારણે દરરોજ લાખો કેસ આવી રહ્યા હોવા છતાં ગ્રેટ ચાઈના વોલ પર નવા વર્ષની ઊજવણી કરાઈ હતી.

વિશ્વમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નવા વર્ષની સૌથી પહેલા ઉજવણી ચાલુ થઈ હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર બન્યું હતું. ઓકલેન્ડના સૌથી પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને 2023ના નવા વર્ષની ઉજવણી કરવા શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જેને દૂરથી નિહાળી શકાય તેવું હતુ. નવા વર્ષની ઉજવણી નિહાળવા સ્કાયટાવરની આસપાસ હજારો લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષ 2023 માટે, ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો હતો.

ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં આવેલુ એક મુખ્ય શહેર છે. એટલા માટે નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. અહીં ભારતથી લગભગ 7.30 કલાક વહેલા નવા વર્ષની ઉજવણી કરી હતી. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં આવેલ સ્કાય ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. 328 મીટર ઊંચો આ ટાવર 25 વર્ષ જૂનો છે

કોરોના સંબંધિત બે વર્ષના નિયંત્રણો પછી આ વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર સેંકડો લોકો પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. નવો નામકરણ કરાયેલ કર્તવ્ય પથ પિકનિક સ્પોટ બન્યો હતો. વારાણસીમાં પણ નવા વર્ષની ઊજવણી માટે ગંગા આરતીનું આયોજન કરાયું હતું. ગંગા આરતીમાં ભાગ લેવા માટે વ્યાપક સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને દેશની એકતા, અખંડતા તથા સમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું. તેમણે નવા વર્ષના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, નવા વર્ષની નવી સવાર, નવી ઊર્જા સાથે આપણા જીવનમાં નવી ખુશીઓ, લક્ષ્ય, પ્રેરણા અને મોટી સિદ્ધિઓ લઈને આવે

LEAVE A REPLY

18 − 16 =