You will get Fafda, Dhokla in Gujarat trains, Vadapav in Maharashtra trains
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ડિયન રેલવે સપ્ટેમ્બરના પ્રારંભ અથવા ઓક્ટોબરથી રેલવે ઘણી ટ્રેનોની ઝડપ વધારવાની તૈયારીમાં છે. રેલવે ઝડપ વધારવાનો નિર્ણય લેશે તો ઘણી ટ્રેનોની ઝડપ વધીને પ્રતિ કલાક ૧૮૦ કિમી થશે. તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા લોકોના સમયમાં ઘટાડો થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં ૨૩ ટ્રેનની ઝડપ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમની ઝડપ પ્રતિ કલાક ૧૬૦થી ૧૮૦ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેનાથી દિલ્હીથી પટનાની મુસાફરીનો સમય ૧૨-૧૩ કલાક થશે. અત્યારે લોકોને પટના પહોંચવામાં ૧૫-૧૬ કલાકનો સમય લાગે છે.

દિલ્હીથી પટના જતી રાજધાની અને સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસની ઝડપને વધારવાની યોજના છે. એ સિવાય પાંચ જુદાજુદા રુટ પર ચાલતી રાજધાની એક્સપ્રેસ, ત્રણ અલગ રુટ પર ચાલતી શતાબ્દી એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ, પંજાબ મેલ, કેરલ એક્સપ્રેસ અને એક દુરંતોની ઝડપ વધારવામાં આવશે. જોકે, ભારતીય રેલવેની ઝડપ વધારવા માટે કોઇ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી.