પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

તાજેતરના આંકડા દર્શાવે છે કે લંડનના ત્રીજા ભાગ કરતા વધારે લોકોએ તેમની કોવિડ રસીની પ્રથમ માત્રા હજૂ પણ લીધી નથી જે તેને ઇંગ્લેન્ડનો રસી લીધા વગરનો સૌથી ઓછો વિસ્તાર બનાવે છે.

એનએચએસ ઇંગ્લેન્ડના ડેટા મુજબ 55 ટકા લોકોએ રસીની બીજી માત્રા લીધી નથી. સમગ્ર ઇંગ્લેન્ડમાં, 88 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 68 ટકાએ બીજો ડોઝ લીધો છે. આંકડા એ પણ બતાવે છે કે શહેરમાં કોવિડ-19ના કેસનો સૌથી નીચો દર છે અને 100,000 લોકો દીઠ માત્ર 298 લોકોને ચેપ લાગેલો છે.

મેયર સાદિક ખાને કહ્યું હતું કે ‘’લંડનમાં દરેકને રસી આપવા માટે કે શક્ય તેવું બધું કરવામાં આવી રહ્યું છે. શહેરમાં 300 સ્થળોએ લોકોને રસી આપી શકાય તે માટે ટેટ મોર્ડન અને ફૂટબોલ સ્ટેડિયમ સહિત લંડનમાં પોપ-અપ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે.’’

સરકારે સોમવારે સામાજિક અંતરની મર્યાદા હટાવવા સાથે વસ્તીના બે તૃતિયાંશ લોકોને અને તમામ પુખ્ત વયના લોકોને પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ડેટા બતાવે છે કે લંડનના 18-24 વર્ષની વયના 46 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જેની સરખામણી ઇંગ્લેન્ડમાં 57.4 ટકા લોકોનો અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં આ દર 65 ટકાનો છે. લંડન બરોની આજુબાજુના બેક્સલી, બ્રોમલી, રિચમન્ડ અને સટનમાં પ્રથમ ડોઝ મેળવનારા રહેવાસીઓની ટકાવારી સૌથી વધુ છે. કેન્સિંગ્ટન અને ચેલ્સિ, ન્યુહામ અને વેસ્ટમિંસ્ટરમાં પ્રથમ ડોઝ લેનારાની માત્રા ઓછી છે. લંડનમાં કોવિડથી 19,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, ગયા અઠવાડિયે 18 લોકો મૃત્યુ પામ્યા હતા. જે દર 100,000 લોકો દીઠ 175ના મોતથી ઘણો ઓછો છે. નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 100,000 દીઠ 248.1 લોકો મરણ પામ્યા છે જે પ્રમાણમાં સૌથી વધુ છે.

ઇસ્ટ લંડન બરોનો ટાવર હેમ્લેટ્સ વિસ્તાર બધી ઇંગ્લીશ કાન્સિલના વિસ્તારોમાંથી બીજો ડોઝ મેળવવાની સૌથી ઓછી ટકાવારી, માત્ર 33 ટકા ધરાવે છે. બરોના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. સોમેન બેનર્જીએ કહ્યું હતું કે તેનું કારણ કાઉન્સિલમાં વસતી વધુ પડતી યુવાન વસ્તી છે. અહિં 65 વર્ષથી વધુ વય ધરાવતા લોકોની સંખ્યા માત્ર 6 ટકા છે. બરોમાં સૌથી વધુ ઉછાળો બાંગ્લાદેશી સમુદાયમાં હતો – જેમની વસ્તી તે બરોમાં 34 ટકા છે.