પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના વિખ્યાત મેગેઝિને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં રિલાયન્સ ગ્રૂપના ડિજિટલ સાહસ જિયો પ્લેટફોર્મ્સ અને ઓનલાઇન એજ્યુકેશન કંપની બાઇજુનો સમાવેશ કર્યો છે. આ યાદીમાં વેક્સીન ઉત્પાદક કંપનીઓનો પણ સમાવેશ કરાયો છે.

ટાઇમ મેગેઝીને જણાવ્યું હતું કે, પહેલીવાર જારી કરાયેલી ટાઇમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ કંપનીઓની યાદીમાં એવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરવા માટે ટાઇમ દ્વારા આરોગ્ય સંભાળ, મનોરંજન, વાહનવ્યવહાર, ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોની કંપનીઓને ધ્યાનમા રાખવામાં આવી હતી.

મેગેઝિને જણાવ્યું હતું. આ યાદીમાં ઝૂમ, એડિડાસ, ટીકટોક, આઇકિયા, મોડર્ના અને નેટફ્લિક્સ જેવી નાવિન્યપૂર્ણ કંપનીઓ સાથે કરવામાં આવ્યો છે. મેગેઝિને જણાવ્યું હતું કે “છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ સ્થિત ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતનું સૌથી મોટું 4G નેટવર્ક સ્થાપ્યું છે જે વિશ્વમાં સૌથી ઓછા (એક જીબી ડેટા માટે 5 સેન્ટ કરતાં પણ ઓછા) દરે સેવા પૂરી પાડે છે. તેના 410 મિલિયન ગ્રાહકો સુધી પહોંચવા માટે – હાલ અગ્રણી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સ – જે રિલાયન્સના ડિજિટલ બિઝનેસનું સંચાલન કરે છે તેના તરફ વળી રહ્યા છે,” બાઇજુનો સમાવેશ ટેસ્લા, હુઆવી, શોપિફાય, એરબીએનબી જેવી કંપનીઓ સાથે કરવામાં આવ્યો હતો.