Conservative Party logo (Photo by Ian Forsyth/Getty Images)

આ મહિનાના અંતમાં યોજાનારી વેકફિલ્ડની પેટાચૂંટણીમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને નુકસાન થવાની રવિવારના ઓપિનિયન પોલમાં આગાહી કરવામાં આવી છે. વેકફિલ્ડના મતદારોના સર્વેક્ષણ મુજબ 23મી જૂને યોજાનારી પેટાચૂંટણીમાં ટોરીઝ 20 પોઈન્ટ જેટલા મત ગુમાવીને હારી શકે છે. સન્ડે ટાઈમ્સ’ માટે જેએલ પાર્ટનર્સ દ્વારા કરાયેલા મતદાનમાં કન્ઝર્વેટિવના 28 પોઈન્ટની સરખામણીમાં વિરોધ પક્ષ લેબર પાર્ટીને 48 પોઈન્ટ્સ મળ્યા છે. જે અઢી વર્ષ પહેલા વિજેતા ટોરીના પ્રદર્શનમાં 19 પોઈન્ટનો ઘટાડો છે. વેકફિલ્ડ કહેવાતી “રેડ વોલ”નો એક ભાગ છે, જે પરંપરાગત રીતે ઇંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને વેલ્સના લેબર સપોર્ટરનો વિસ્તાર છે.