From toys to tourism, India is shining in the world: Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે હુબલીમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરે છે. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રીય યુવા મહોત્સવને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે રમકડાંથી લઈને પ્રવાસન સુધી, સંરક્ષણથી લઈને ડિજિટલ સુધી, રાષ્ટ્ર વિશ્વભરમાં હેડલાઈન્સ બનાવી રહ્યું છે. આજે વૈશ્વિક સ્તરથી અવાજ આવી રહ્યો છે કે આ સદી ભારતની સદી છે. આ તમારી સદી છે, ભારતના યુવાનોની સદી છે.

PM મોદીનું હુબલીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા. દેશ માટે આગામી 25 વર્ષના મહત્ત્વના હોવાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે યુવા શક્તિ એ ભારતની યાત્રાનું પ્રેરક બળ છે. રાષ્ટ્રીય યુવા દિવસ 2023 ખૂબ જ ખાસ છે. એક તરફ, આ ઉર્જા મહોત્સવ, અને બીજી તરફ, આઝાદી કા અમૃત મહોત્સવ. આપણે અમૃતકાળ દરમિયાન આપણી ફરજો પર ભાર આપીને અને સમજીને રાષ્ટ્રને આગળ લઈ જવાનું છે. આ માટે યુવાનો સમક્ષ સ્વામી વિવેકાનંદ તરફથી મહાન પ્રેરણા છે. આ પ્રસંગે હું તેમને સમક્ષ પ્રણામ કરું છું.

LEAVE A REPLY

two + 9 =