ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે રોજના 10,000 ડોલરના અદાલતી તિરસ્કાર દંડના કોર્ટના આદેશને ન્યૂ યોર્ક અપીલ કોર્ટમાં પડકાર્યો છે. ટ્રમ્પના વકીલ એલિનાએ શુદ્ધ બુદ્ધિભાન વિનાના અને બચાવપાત્ર નહીં તેવા અદાલતી તિરસ્કાર અને રોજના દસ હજાર ડોલરના દંડને અપીલ કોર્ટમાં સુનાવણી ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી. ટ્રમ્પના વેપાર ધંધામાં સીવીલ પ્રોબ માંગનાર ન્યૂ યોર્ક એટર્ની, ડેમોક્રેટ લેટીટીયા જેમ્સે દસ્તાવેજી પુરાવાર નહીં આપનાર ટ્રમ્પે અદાલતી તિરસ્કારના દોષી ગણવા માંગણી કરી હતી.
રશિયન જનરલોને મારવામાં યુક્રેનને અમેરિકાની મદદ મળી
યુદ્ધમાં રશિયન જનરલોને મારવામાં યુક્રેનની સેનાને ગુપ્ત મદદ અમેરિકા તરફથી મળી હોવાનું સીનિયર અમેરિકન અધિકારીઓને ટાંકીને ન્યૂયોર્ક ટાઇમ્સના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશન રશિયન સેનાની અપેક્ષિત હિલચાલ, સ્થળ સંબંધિત માહિતી અને રશિયાના મોબાઇલ સૈન્ય મથક વિશેની અન્ય વિગતો યુક્રેનને આપી છે, અને યુક્રેનને તેનાથી વિવિધ હુમલાઓ અને રશિયન અધિકારીઓને નિશાન બનાવવામાં મદદ મળી છે, એમ અખબારમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસે રીપોર્ટ પર ટિપ્પણી કરવા માટે રોયટર્સની વિનંતીઓનો તાત્કાલિક કોઇ જ પ્રતિભાવ આપ્યો ન હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના રીપોર્ટ અનુસાર, યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે લગભગ 12 રશિયન જનરલોને યુદ્ધમાં માર્યા છે. રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકન ગુપ્ત માહિતીના આધારે કેટલા જનરલો મર્યા છે તે બાબતે સ્પષ્ટતા કરવાનો અમેરિકન અધિકારીઓએ ઇનકાર કર્યો હતો.