Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકેમાં વસતા ભારતના કેરાલાના પરિવારોના બે કિશોરોનું સોમવારે (29 ઓગસ્ટ) નોર્ધર્ન આયર્લેન્ડના એક સરોવરમાં ડૂબી જવાથી મોત નિપજ્યાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. જોસેફ સેબાસ્ટિયન અને રૂવેન સિમોન તેમના કેટલાક મિત્રો સાથે રજાના દિવસે લંડનડેરી એના લો ઈન ડેરી ફરવા ગયા હતા. નોર્ધર્ન આયર્લેન્ડ પોલીસ સર્વિસે આપેલી માહિતી મુજબ પ્રાથમિક રીતે તો આ ઘટના ડૂબી જવાથી મોતની જણાય છે, છતાં તપાસ ચાલી રહી છે. ઘટનામાં એક કિશોરને તો હોસ્પિટલે લઈ જવાયા પછી તે મૃત્યુ પામ્યો હતો, તો બીજો સરોવરમાંથી મૃત હાલતમાં જ મળી આવ્યો હતો. ત્રીજા એક યુવાન – પુરૂષને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે, તેની હાલત જોખમી જણાવાઈ નથી.