(REUTERS Photo)

અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઉમેદવારની જાહેરાત કરનારા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિકી હેલીએ તેમના જ પક્ષના બે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં જણાવ્યું હતું કેઆ બંને પ્રેસિડેન્ટે દેશના દેવામાં ૧૦ ટ્રિલિયન ડોલરનો વધારો કર્યો હતો.  

વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઇડેનની પણ વિક્રમી ખર્ચ માટે આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કેડેમોક્રેટિક પક્ષના અને વર્તમાન પ્રેસિડેન્ટ બાઇડેનના પગલાંથી આગામી ૧૦ વર્ષમાં અમેરિકાના દેવામાં ૨૦ ટ્રિલિયન ડોલરનો ઉમેરો થશે.  હેલીએ કહ્યું હતું કેતે નોર્થ કેરોલિનાના ગવર્નર તરીકે ૨૦૧૦માં ચૂંટાયા ત્યારે રાષ્ટ્રીય દેવું ૧૩ ટ્રિલિયન ડોલર હતું. ૧૩ વર્ષ પછી તે વધીને ૩૧ ટ્રિલયન ડોલર થયું છે. બાઇડેનના પગલાંથી આગામી ૧૦ વર્ષમાં રાષ્ટ્રીય દેવામાં ૨૦ ટ્રિલિયન ડોલરનો ઉમેરો થશે.”  

હેલીએ ૧૪ ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ પદની દોડમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો. હેલીએ શનિવારે ફ્લોરિડા ખાતે એક જૂથનો સંબોધતા તેમના વિચાર રજૂ કર્યા હતા. 

LEAVE A REPLY

five × 4 =