UK MP calls for more support for Sri Lanka

હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલી ચર્ચામાં હેન્ડનના સાંસદ અને શ્રીલંકા માટેના ઓલ-પાર્ટી ગ્રુપના અધ્યક્ષ ડો. મેથ્યુ ઓફર્ડે શ્રીલંકાની આર્થિક સ્થિતિ વિશે વાત કરી અને યુકેને શ્રીલંકામાં વધુ રોકાણ કરવા જણાવ્યું હતું.

ડૉ. ઑફોર્ડે કહ્યું હતું કે “અમે ભાગ્યશાળી છીએ કે યુકે પહેલેથી જ શ્રીલંકામાં મદદ કરતી ઘણી સંસ્થાઓમાં સામેલ છે અને તેમાં મોટો ફાળો આપે છે. યુકે આમાં તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરે તે વધુ મહત્વપૂર્ણ છે.

તેમણે શ્રીલંકાની ઇકોસિસ્ટમને સુધારવા અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવામાં મદદ થાય તે માટે  ગ્રીન અને રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું.

ચર્ચાનો જવાબ આપતા, વિદેશ કાર્યાલય વિકાસ મંત્રી, એન્ડ્રુ મિશેલે જણાવ્યું હતું કે યુકે અને શ્રીલંકાનો રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની નોંધ લેતા લાંબો અને સહિયારો ઇતિહાસ છે. અમે શ્રીલંકાને સર્વસમાવેશક, લોકશાહી અને સમૃદ્ધ ભવિષ્ય તરફ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખીશું.”

LEAVE A REPLY

15 − 1 =