ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19ના કેસીઝમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરતમાં પણ યુકેમાં હાહાકાર મચાવનાર નવા સ્ટ્રેઇનની સુરતના એક કેસમાં પુષ્ટી થઇ છે. સુરતમાં કેસી વધી રહ્યા હોવાથી પાલનપુર, પાલ, વરાછા, સરથાણાને નવા ક્લસ્ટર જાહેર કરવા આવ્યા છે. સુરત મ્યુનિસિપલ આરોગ્ય તંત્ર દ્વારા યુકેથી આવેલા ત્રણ પ્રવાસીઓના સેમ્પલ ગત મહિને પૂણે મોકલવામાં આવ્યા હતા, જેમાં એક કેસમાં યુકેના નવા સ્ટ્રેઇનની પુષ્ટી થઈ છે. આ સ્ટ્રેઇન રાંદેર વિસ્તારમાં આવેલા પ્રવાસીમાં જોવા મળ્યો છે. શહેરમાં તકેદારીના પગલાંરૂપે તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 54 હજારથી વધુ થઇ ગયો છે, જ્યારે કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 52 હજારથી વધુ લોકો કોરાનાથી સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે.