(istockphoto.com)

યુનાઇટેડ નેશન્સ નિરીક્ષકોને દેશમાં પ્રથમ એન્ટી ટોર્ચર મિશન દરમિયાન ઓસ્ટ્રેલિયન ડીટેન્શન સેન્ટરની મુલાકાત લેતા અટકાવાયા આવ્યા હતા, આ અંગે જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે મુલાકાત માટે “પૂર્વ મંજૂરી” લીધી નહોતી.
યુએન નિરીક્ષકોને અટકાયત કરેલા લોકોની ક્રૂરતા અટકાવવા માટે સ્વૈચ્છિક કરાર હેઠળ પાટનગર કેનબેરાની બહારના શહેરોમાં જેલની મુલાકાત માટે ઇન્કાર કરવામાં આવ્યો હતો.
આ અંગે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તેમની પાસે જેલમાં પ્રવેશ મેળવવા માટેની મંજૂરી ન હોવાથી તેમને અટકાવવામાં આવ્યા હતા.
સરકારી માનવાધિકાર વોચડોગે આ મુદ્દે સ્થાનિક સત્તાવાળાઓમાં જવાબદારીના અભાવની નિંદા કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ 2017માં ઓપ્શનલ પ્રોટોકોલ ટુ ધ કન્વેન્શન અગેઇન્સ્ટ ટોર્ચર (OPCAT)ના મંજૂરી આપી હતી, અને અટકાયત કરેલા લોકોની સુરક્ષા અને સુવિધાઓને નિરીક્ષણને આધિન બનાવવા માટે સુધારા કરવા દેશને કટિબદ્ધ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની જેલો, યુવાનો માટે ડીટેન્શન સેન્ટર્સ અને ઇમિગ્રેશન કમ્પાઉન્ડ, ખાસ કરીને એબોરિજિનલ સમુદાયો વિરુદ્ધ માનવાધિકારના ઉલ્લંઘનના સતત આરોપો થયા છે.
ફેડરલ સરકારના માનવાધિકાર કમિશ્નર લોરેન ફિનલેએ જણાવ્યું હતું કે, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સ સુધારાના મામલે આગળ વધી રહ્યું નથી.
યુએનના નિરીક્ષકોની મુલાકાતનો ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

eighteen + two =